Gujarat

છોટાઉદેપુર જિલ્લાના મોટર વાહન નિરિક્ષકોનોતાલુકા મથકે રાખવામા આવેલ પ્રવાસ કાર્યક્રમ  

છોટાઉદેપુર:
સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી, છોટાઉદેપુરના મોટર વાહન નિરિક્ષકોનો નસવાડી તાલુકામાં  સ્વાગત હોટલ પાસે, બોડેલી હાઇવે, નસવાડી ખાતે  તા.૨૫/૦૧/૨૦૨૨,તા.૨૩/૦૨/૨૦૨૨ અને તા. ૨૩/૦૩/૨૦૨૨ના રોજ  અને બોડેલી તાલુકામાં  અમૃત પેટ્રોલ પંપની બાજુમાં, સર્કિટ હાઉસ પાસે, વડોદરા-છોટાઉદેપુર હાઇવે, બોડેલી ખાતે તા.૧૯/૦૧/૨૦૨૨,તા.૧૬/૦૨/૨૦૨૨ અને તા.૧૬/૦૩/૨૦૨૨ના રોજ  તાલુકા મથકનો પ્રવાસ કાર્યક્રમ  રાખવામાં આવેલ છે. આ દિવસોમાં જાહેર રજા આવશે કે કોઇ કુદરતી આપત્તિ આવે તો કોઇપણ પ્રકારની જાહેર ખબર વગર કેમ્પ રદ ગણવાનો રહેશે. જેની મોટરીંગ કામકાજ અર્થે  આવતી જાહેર જનતાએ નોંધ લેવા વિનંતી છે તથા ચૂંટણીનો કોઇ કાર્યક્રમ આવશે તો તે દિવસે કેમ્પ બંધ રહેશે.એવુ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી, છોટાઉદેપુરની અખબારી યાદી દ્વારા જણાવવામા આવ્યુ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *