આવેદનપત્રમાં જણાવ્યું હતું કે પહેલી અમલપુર માજરોલ પંચાયત હતી અને ત્યારબાદ ગ્રામ પંચાયતની ચૂંટણી થતા પહેલા વિભાજન કરવામાં આવ્યું હતું પહેલા અમલપુર માજરોલ ગ્રામ પંચાયતના 6 ગામો નો સમાવેશ હતો અને ત્યારબાદ વિભાજન થતાં કુલ ત્રણ ગામ અમલપુર માજરોલ પંચાયતમાં અને વડલી ગ્રામ પંચાયતમાં ત્રણ ગામનો સમાવેશ કરેલો છે અલગ-અલગ ગ્રામ પંચાયત થઈ જવા છતાં એક વ્યક્તિ નો વડલી પંચાયતમાં સમાવેશ થયેલ છે તે વ્યક્તિ હવે ચૂંટણી લડવા માટે અમલપુર માજરોલ ગ્રામ પંચાયતમાં ખોટા પુરાવા રજૂ કરીને ચૂંટણી લડવા માંગે છે તે અંગે છોટાઉદેપુર જિલ્લા કલેકટરની આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને ગ્રામજનો દ્વારા જણાવેલ હતું કે વહેલી તકે ન્યાય મળે તેવી માંગણી કરી હતી
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


