વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ દરમિયાન ઉમેદવારોના ખર્ચ પર નિયંત્રણ રાખવા તથા ચૂંટણીને લગતા ચોપાનિયા, ભીંતપત્રો વગેરેના મુદ્રણમાં શાબ્દીક નિયંત્રણ માટે ચૂંટણીને લગતા ચોપાનિયા, ભીંતપત્રો વગેરેના મુદ્રણ પર નિયંત્રણ રાખવું આવશ્યક જણાતા જિલ્લા મેજીસ્ટ્રેટ સુશ્રી. સ્તુતિ ચારણે જાહેરનામું બહાર પાડી ચોપાનિયા, ભીંતપત્રોના મુદ્રણ પર કેટલાક નિયંત્રણો લાદ્યા છે.
જાહેરનામામાં જણાવ્યા અનુસાર કોઇ પણ વ્યક્તિ જેના પર મુદ્રક અને પ્રકાશકનું નામ અને સરનામા ન હોય એવા ચૂંટણીને લગતા ચોપાનિયા કે ભીંતપત્રો, હેન્ડબીલ, પ્લેકાર્ડ છાપી કે પ્રસિદ્ધ કરી શકશે નહીં અથવા છપાવી કે પ્રસિદ્ધ કરાવી શકશે નહીં. કોઇ પણ વ્યક્તિ ચૂંટણીને લગતા ચોપાનિયા કે ભીંતપત્રો છાપી શકશે નહીં કે છપાવવાની વ્યવસ્થા કરી શકશે નહીં સિવાય કે, લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૨૭(ક)ની જોગવાઇઓ નિયત નમૂનાના જોડાણ-કમાં તેની સહીવાળા અને અંગત રીતે ઓળખતો હોય તેવી વ્યક્તિઓએ શાખ કરેલ પ્રકાશકની ઓળખ અંગેના એકરારની બે નકલ તેણે મુદ્રકને આપી હોય, ઉમેદવારો તરફથી પ્રચાર માટે હોર્ડિંગ્સ, પ્લેકાર્ડ, પોસ્ટર, પોસ્ટર ચોપાનિયા, ભીંતપત્રો વગેરે સાહિત્ય છાપવામાં આવે ત્યારે જ પ્રેસના માલિકે આવા સાહિત્ય ઉપર પોતાનું નામ, મુદ્રકનું નામ સરનામું તથા છાપેલા સાહિત્યની સંખ્યા લખવાની રહેશે.
છાપકામની કોઇ પણ બાબત જે ગેરકાયદેસર અપરાધ, પૂર્વગ્રહ ઉભા કરતા અથવા લીંગ, ધર્મ, જાતિ, જ્ઞાતિ, સમાજ અથવા ભાષા અથવા સામાવાળાના ચારિત્ર્ય પર જીવલેણ હુમલા જેવી વાંધાજનક બાબતો હોવી જોઇએ નહીં. અને વ્યક્તિગત અસરકારક આક્ષેપો થઇ શકે તેવું લખાણ ન હોવું જોઇએ આચારસંહિતા ભંગ થાય કોઇ લખાણ શકાશે નહીં. આવું સાહિત્ય છાપનારે નિયત નમૂનાના જોડાણ-ખ તેની ૪ (ચાર) નકલ નોડલ અધિકારી, આચારસંહિતા અમલીકરણ તથા બે નકલ સંબંધિત ચૂંટણી અધિકારીને મોકલી આપવાની રહેશે. તેમજ તે અંગે નિયત જોડાણમાં લેખિત જાહેરાત કરવાની રહેશે. આ સૂચનાની તમામ પ્રિન્ટીંગ પ્રેસના માલિકો-મુદ્રકોએ ચુસ્તપણે અમલ કરવાનો રહેશે. રાજકીય પક્ષો/ઉમેદવારોએ આ અંગે કરવામાં આવેલ ખર્ચની વિગતો, ખર્ચ રજીસ્ટરમાં નોંધવાની રહેશે.
આ આદેશ છોટાઉદેપુર જિલ્લો અથવા જિલ્લા મેજીસ્ટ્રેટ, છોટાઉદેપુરની હકુમતના સમગ્ર વિસ્તારમાં તા. ૦૩/૧૧/૨૦૨૨થી તા. ૧૦/૧૨/૨૦૨૨(બંને દિવસો સહિત) સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર, ઉલ્લંઘન કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ સજા તથા દંડને પાત્ર થશે એમ જિલ્લા મેજીસ્ટ્રેટ તરફથી જણાવાયું છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
