ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં છોટાઉદેપુર જિલ્લાની ત્રણેય વિધાનસભાના કમળ ખિલવવામાં સૌથી મહત્વની ભૂમિકા રહી છે તેમાં જિલ્લા ભાજપા પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવાની સફળ ચાણક્યરણનીતિ જવાબદાર માનવામાં આવે છે.સંગઠનની જવાબદારી આજદિન સુધી ન સંભાળેલ ઉપેન્દ્રભાઈએ માત્ર એકલવ્ય કોલેજનું મેનેજમેન્ટ સંભાળ્યું હતું.તેમના પર અચાનક છોટાઉદેપુર જિલ્લાના અતિમહત્વ ગણાતા પદનું સુકાન સંભાળવાની જાહેરાત થઇ ત્યારે તેઓ પણ મૂંઝવણમાં મુકાયા હતા.બીજી તરફ વિધાનસભાની ચૂંટણીઓના ભણકારાઓ વચ્ચે આટલી મોટી જવાબદારી એમના શિરે આવી ત્યારે તેમને હસતા મુખે જવાબદારી સ્વીકારી હતી.જિલ્લા સંગઠન સાથે રાતદિવસ સંકલન કરી તમામ જુના અને પાયાના કાર્યકર્તાઓ સાથે બેઠક કરી એક માત્ર લક્ષ્ય હતું કે છોટાઉદેપુર જિલ્લાની ત્રણેય બેઠકો કબજે કરવાનું.ખુબ ઓછા સમયમાં ઉપેન્દ્રભાઈએ ઉજાગરા કરી જિલ્લાના સામાજિક કાર્યકરો,સંતો,મહંતો,મહિલા ભજન મંડળો,સહકારી આગેવાનો,જુના કાર્યકર્તાઓ,સામાજિક સંસ્થાઓ સાથે બેઠકો કરી તેમને સહયોગ કરવા અપીલ કરી.આમ નાનામાં નાના કાર્યકર્તાઓને સંગઠનમાં જોડી તેમના માટે કાર્ય સોંપતા ગયા.જિલ્લા સંગઠનના તમામ મોરચાઓના આગેવાનોને સરકારની યોજનાઓ લઈને પ્રજાજનો વચ્ચે મોકલી તેમને સમજાવવાના પ્રયત્નો હાથ ધરાવ્યા.આમ ઉપેન્દ્રભાઈ રાઠવાની ચાણક્ય રણનીતિ ચૂંટણીના પરિણામો આવતાની સાથે જ સફળ થઇ.જેમાં છોટાઉદેપુર જિલ્લાના ત્રણેય કમળ ખીલ્યા.૨૦ વર્ષના પરિશ્રમ બાદ જિલ્લાના ત્રણેય કમળ ખીલવવા પાછળ જિલ્લા ભાજપા પ્રમુખની ચાણક્ય રણનીતિ જવાબદાર માનવામાં આવી રહી છે.ભવિષ્યમાં જિલ્લા ભાજપા પ્રમુખનું કદ વધે તો નવાઈ નહિ.હાલ તો ત્રણ કમળ ખીલવવામાં સફળતા પ્રાપ્ત થતા નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઇ શાહના શબ્દકોશમાં તેમનું નામ નોંધાય ચૂક્યું છે.ભવિષ્યમાં મોટી જવાબદારી મળે તો નવાઈ નહિ.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


