છોટાઉદેપુર જિલ્લામાં છ તાલુકા આવેલા છે તેમાં પશુઓમાં લંમ્પી વાયરસના 52 કેસો નોંધાયા છે જેમાં નસવાડી 8 કેસ, કવાંટ 6 કેસ,છોટાઉદેપુર 8 કેસ,પાવીજેતપુર 10 કેસ સંખેડા 9 કેસ બોડેલી 13 કેસ આમ અલગ અલગ તાલુકમાં કુલ 52 કેસ નોંધાયા છે જેને લઈને જિલ્લામાં હાહાકાર મચી ગયો છે લંમ્પી વાયરસ પશુઓમાં વધુ ન ફેલાય તે માટે 6 તાલુકામાં પશુ ચિકિત્સ વિભાગના ડોક્ટરો અને ટીમ ગામડે ગામડે પશુઓની સારવાર કરવા મોકલવામાં આવે છે લંમ્પી
વાયરસનો ભોગ બનનાર પશુઓને ત્રણ દિવસ સુધી પશુ ચિકિત્સ વિભાગના ડોક્ટરો સારવાર કરે છે ત્યારબાદ પશુ સારુ થઈ જાય છે હાલ 45 જેટલા પશુઓ લંપી વાયરસમાંથી સાજા થઈ ગયા છે પરંતુ જિલ્લામાં લંમ્પી વાયરસને લઈને પશુ માલિકોમાં ચિંતાનો મોજુ ફરી વળ્યું છે ચોમાસાના સમયમાં ઝડપથી આ વાયરસ ફેલાય છે જેનાથી પશુઓ મરી પણ શકે છે
બોક્ષ :- ડો વિક્રમ કે ગરાસીયા નાયબ પશુપાલન નિયામકના જણાવ્યા મુજબ લંમ્પી વાયરસમાં 52 કેસો નોંધાયા છે પરંતુ એક પણ પશુનું મોત થયું નથી અને જિલ્લાની તમામ તાલુકાની ટીમ પશુઓ ઉપર નજર રાખી રહી છે અને સારવાર કરી રહ્યા છે 45 જેટલા પશુઓ સાજા થયા છે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર