Gujarat

છોટાઉદેપુર જીલ્લા મા સંખેડા ના ચંદાનગર ના વાલીઓએ ગેરવર્તણૂક કરતા શિક્ષિકાની બદલી કરવા આવેદન આપ્યું 

છોટાઉદેપુર જિલ્લામાં સંખેડા તાલુકા માં આવેલા ચંદાનગર પ્રાથમિક શાળા ના શિક્ષિકા તરીકે ફરજ બજાવતા મીનાબેન ત્રિપાઠી થોડાક સમય પહેલા જ આ પ્રાથમિક શાળામાં હાજર થયા હતા જાણે સજામાં આવેલા હોય તેમ તેમને ત્યાંના વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તન કરી અપશબ્દો બોલતા હતા જેથી બાળકોએ પોતાના ઘરે જઈ માબાપને જાણ કરતા ઘણા વાલીઓ શાળામાં ગયા હતા તો શિક્ષિકાબેને ઉલ્ટા ચોર કોટવાલ કો ડાન્ટે ની જેમ વાલીઓ સાથે પણ અપશબ્દો બોલી ગેરવર્તન કર્યું હતું. જેથી શાળાના વાલીઓએ આજ રોજ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેકટર ને તેમજ જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારીને શાળામાં શિક્ષિકા મીનાબેન ત્રિપાઠીની તાત્કાલિક ધોરણે બદલી કરવાની માંગણી સાથે આવેદનપત્ર આપ્યું હતું અને જો વહેલી ટકે યોગ્ય પગલાં નહિ લેવામાં આવે તો શાળાને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG_20220802_172132.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *