Gujarat

છોટાઉદેપુર તાલુકાનું છેવાડાનું જોડાવાંટ ગામે ખેડૂત ગલગોટ નાં  ફૂલની ખેતી તરફ વળ્યા ગલગોટ ના છોડ એ રીતના વાવણી કરે છે કે નવરાત્રીના દિવસો પહેલા ફૂલનું ઉત્પાદન થાય છે આદીવસી વિસ્તારમાં પૂજા વિધિમાં ગલગોટ નાં ફૂલોની ભારે માગ હોય છે   

છોટાઉદેપુર તાલુકા નું છેવડાનું ગામ જોડાવાટ છે જ્યાંથી મધ્યપ્રદેશની બોર્ડર સાત કિલોમીટર દૂર છે છોટાઉદેપુરના છેવડાના ગામમાં ડાંગર અને તુવેર નું વધુ વાવેતર થાય છે પરંતુ ખેડૂતો નવી ટેકનોલોજીથી  ખેતી પકાવતા થયા છે જેને લઇને જોડાવાંટના ખેડૂત ખૂમાન ભાઈના જણાવ્યા મુજબ અઢી માસ પહેલા ગલગોટના છોડ વાવ્યા હતા અને નવરાત્રી પહેલા  છોડ ઉપર મોટાપાયે પીળા અને કેસરી રંગના ગલ ગલગોટ ફૂલ લાગ્યા છે હાલ આદિવાસી વિસ્તારમાં નવરાત્રી શરૂ થશે અને દરેક પૂજા વિધિમાં ગલગોટ નાં  ફૂલની ભારે માંગ હોય છે જ્યારે  ઘર આંગણે ફૂલનું વેચાણ કરીને રોજ એક હજાર રૂપિયા રોકડ રકમ મળી જાય છે જેનાથી શિયાળો માં ખેતી કરવામાં  નાણાંની જરૂરિયાત ઊભી થાય ત્યારે મને આ પૈસાથી ખેતી કરવામાં ગણી સરળતા રહે છે
ફોટો લાઈન :- છોટાઉદેપુર તાલુકાના જોડાવાટ ગામે એક ખેતર માં પીળા કેસરી રંગના ગલગોટ નાં ફૂલ લાગ્યા છે તેની તસ્વીર
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220925-WA0015.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *