છોટાઉદેપુર તાલુકામાં મધ્ય ગુજરાત વીજ કંપનીની વિજિલન્સ દ્વારા વ્યક્તિગત સ્થાનિકો પર વીજચોરીના કેસો કરવામાં આવતા જેની સામે ગ્રામ્ય વિસ્તારના લોકો અને આદિજાતિ ડિરેકટર જશુભાઈ રાઠવા ની આગેવાનીમાં આજરોજ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું
જેમાં જણાવ્યા અનુસાર ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીના બોર ઉપર મોટર લાગેલી હોય જે ગેરરીતિ સ્થાનિક વ્યક્તિગત લોકો ઉપર કેસો કરવામાં આવ્યા હોય તેમજ કુટિર જ્યોત યોજના અંતર્ગત ૧૨૦૦ ઉપરાંત અરજીઓ હાલ પેન્ડીંગ માં હોય તેની અમલવારી વહેલી તકે કરવામાં આવે તેમજ વિજિલન્સ દ્વારા કરવામાં આવેલા ખોટા કેસો દૂર કરાય તેવી માંગ સાથે આજરોજ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


