Gujarat

છોટાઉદેપુર નગર પાલિકા ની નજીક માજ આવેલ એક ખાનગી હોસ્પિટલ ની બેદરકારી સામે આવી  હોસ્પિટલ દ્રારા મેડિકલ વેસ્ટ જાહેર રસ્તા ની બાજુ માજ ફેંકી દેવાતા નગર જનોમા સ્વાથય ને લઈ ચિંતા

     છોટાઉદેપુર નજીક આવેલ નગર પાલિકા અને કલેક્ટર કચેરી ની નજીકજ આ ખાનગી હોસ્પિટલ આવેલ છે . પરંતુ જે રીતે હોસ્પિટલ ના સંચાલકો બેદરકારી રાખી રહયા છે હોસ્પિટલ નો મેડિકલ વેસ્ટ નો  નિયમ પ્રમાણે નિકાલ કરવો જોઈએ તે રીતે ના કરતા હોસ્પિટલ ની નજીક માજ ફેંકી દેવાય છે . મુખ્ય રસ્તો બાજુ માંથી જ પસાર થાય છે કેટલાક અધિકારી ઓ પણ અહી થીજ પસાર થાય છે . પણ અધિકારી ઓ જાણે આંખ આડા કાન કરતા હોય તેમ લાગી રહ્યું છે .પરંતુ આ સ્થિતિ મા  નગર જનો  સ્વાથય જોખમાય તે બાબતે ચિંતા કરી રહયા છે  આ બાબતે જયારે છોટાઉદેપુર નગરપાલિકા ના કોર્પોરેટર ને પૂછવા મા આવ્યું તો તેમને જણાવ્યું કે આ એક ગંભીર બાબત છે. બાજુમાં આંગણવાડી પણ આવેલી છે  બાળકો ના સ્વાસ્થય નુકસાન થશે તેવુ પણ લાગી રહ્યું છે આ બાબતે  નગરપાલિકા માં જાન કરીશ અને આ બાબતે નગરપાલિકા થકી નોટિસ અપાવીશ
હોસ્પિટલ ના સંચાલક ને આ બાબતે પૂછતા  તેઓ એ લૂલો બચાવ કર્યો અને  જણાવ્યું કે  અહીં હોસ્પિટલ માં એક મન બુદ્ધિ ની મહિલા હોસ્પિટલ માંથી મેડિકલ બાયો વેસ્ટ લઇ જાય છે અને અહીં ફેંકી દે છે તેમને એ પણ જણાવ્યું કે તેમની પાસે બાયો વેસ્ટ નાખવા ની થેલી પણ નથી
ગંભીર બાબત તો એ છે કે જયાં મેડીકલ વેસ્ટ નાખવા મા આવે છે તેની બિલકુલ બાજુ મા આંગણવાડી આવેલ છે  જેમાં 22 જેટલાં બાળકો આવે છે આંગણવાડી સંચાલિકા એ જણાવ્યું કે તેમને વારંવાર હોસ્પિટલ અને તંત્ર મા જાણ કરી છે આમ છતાં કોઈ નિકાલ આવતો નથી
હોસ્પિટલ ની બેદરકારી ને લઇ નગર જનો ના સ્વસ્થય ને અસર ના પહોંચે તે માટે તંત્ર એ લાલ આંખ કરવી જરૂરી છે .
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220219-WA0075.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *