છોટાઉદેપુર નગરની નીઝામી સોસાયટી માં પાણી જન્ય રોગ તેમજ ગુલીયન બારીક સિન્ડ્રોમ નામનો વાયરસ ફેલાતા તેને અટકાવા માટે જિલ્લા કલેકટર કચેરી ખાતે નિવાસી અધિક કલેકટર ને આવેદન પત્ર પાઠવી નિઝામી સોસાયટી ના લોકોએ કરી રજુઆત નગરની નિઝામી સોસાયટી માં ખુલ્લી ગટરો તેમજ વરસાદી પાણી ભરાઈ જાય છે. જો વધુ વરસાદ પડેતો સોસાયટી માં ઘુંટણ સમા પાણી ભરાઈ છે.અને પાણી ઓસરતા સોસાયટી માં ઠેરઠેર ગંદકી જોવા મળતી હોય છે. અનેક વખત પાલીકાના સત્તાધીસો ને લેખીત તેમજ મૌખિક રજુઆત કરવા છતા પણ આજદીન સુધી આ નિઝામિ સોસાયટી માં જે પાણી ભરવાની સમસ્યા અને ખુલી ગટરોનુ આજદીન સુધી નિરાકરણ નથી આવ્યુ
જેને લઈ સોસાયટી ના રહીસો આજે જિલ્લા કલેકટર પહોચી આવેદનપત્ર પાઠવી
આરોગ્યતંત્ર તેમજ નગરપાલિકાને
આજે ગુલીયન બારીક સિન્ડ્રોમ નામનો વાયરસ વધુ ન ફેલાઈ અને બીજા કોઈ આની ચપેટ માં ન આવે તેના માટે જરૂરી પગલા લેવા માટે રજુઆત કરાઈ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

