ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષકનાઓએ સમગ્ર જીલ્લામાં પ્રોહીબિશનની પ્રવુતી નેસ્ત નાબુદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જીલ્લાના અમલદારશ્રીઓને પ્રોહીની પ્રવુતી હેરાફેરી કરતા ઇસમો ઉપર વોચ રાખી અસામાજીક પ્રવુતી સદંતર રીતે નેસ્ત નાબુદ થાય તે રીતેની કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ.જે અનુસંધાને એ.વી.કાટકડ નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડિવીઝન છોટાઉદેપુરનાઓના માર્ગદર્શન હેઠળ આજરોજ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેકટર વી.એમ.કામળીયા નાઓ છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના સ્ટાફને છોટાઉદેપુર વિસ્તારમાં પ્રોહી પેટ્રોલીંગ રાખવા સુચના કરેલ જે સુચના કરતા છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ના પોલીસ કર્મચારીઓ ને બાતમીદાર દ્વારા બાતમી હકીકત મળેલ કે ભીલપુર ગામ તરફ થી એક મોટર સાયકલ ઉપર બે ઈસમો ભારતીય બનાવટનો વિદેશી દારૂ લઈને પાલસંડા થઇ કિકાવાડા જનાર છે તેવી બાતમી હકિકત આધારે પાલસંડા ગામે બસ સ્ટેન્ડ પાસે વોચ માં હતા તે વખતે ભીલપુર ગામ તરફથી બાતમી હકિકત વાળી મોટર સાયકલ આવતા તેઓને હાથ વડે ઈશારો કરી કોર્ડન કરતા બન્ને ઇસમો મોટર સાયકલ સાથે પકડી પાડેલ છે.સદરી મોટર સાયકલ એક પ્લાસ્ટીક કોથળામાં ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ ભરેલ જે દારૂ જોતા રોયલ સીલેકટ ડીલક્ષ વ્હીસ્કી ના પ્લાસ્ટીકના હોલ નંગ-૪૮ કિ રૂ. ૨૫,૨૦૦/-તથા મોબાઇલ નંગ-૨ કિ.રૂ ૭.૦૦૦/-તથા હોન્ડા કંપનીની સાઇન મોટર સાયકલ જેની કિં રૂ.૩૫,૦૦૦/-ની મળી કુલ મુદામાલમ ની કિ રૂ. ૬૭,૨૦૦/-ના મુદ્દામાલ સાથે પકડો પાડી ગણના પાત્ર કેસ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાઆવેલ
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


