વિઓ: ધર્મેન્દ્ર શર્મા, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓ તથા શ્રી એવી કાટકડ ઇન્ચા. પોલીસ અધિક્ષક છોટાઉદેપુર જીલ્લો નાઓએ સમગ્ર જીલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જીલ્લાના તમામ થાણા અધિકારીશ્રી તથા તમામ શાખા ઇન્ચાર્જશ્રી નાઓને સુચના કરેલ અને પ્રોહીની પ્રવૃતિ ઉપર અંકુશ આવે તે હેતુ થી પ્રોહી ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલા જે સંબંધે એચ.એચ.રાઉલજી ઇન્ચા. પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉપુર નાઓએ એલ.સી.બી સ સ્ટાફના પોલીસ માણસોને ખાનગી રાહે હકીકત મેળવી અસર કારક કામગીરી કરવા સુચના આપેલ જે સંબંધે એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો છોટાઉદેપુર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત મ આધારે તેજગઢ લીમડી બજાર પાસેથી બે ઇસમોને ભારતીય બનાવટના વિદેશી દારૂ કિ.રૂ.૧,૬૩,૦૮૦/- તથા મારૂતિ સુઝુકી બેઝા ગાડી કિ.રૂ.૬,૦૦,૦૦૦/- તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂ.૭,૬૮,૦૮૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી કાયદેસરની કાયર્વાહી હાથ ધરવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


