Gujarat

છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારના અત્રોલી ગામેથી મોટર સાયકલ ઉપર લઇ જવાતો ૪૦,૩૮૦/- ના ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો.

ધર્મેન્દ્ર શર્મા, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓ દ્વારા સમગ્ર જીલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને સુચના કરેલ જે સંબંધે એચ.એચ.રાઉલજી ઇન્ચા. પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચે છોટાઉદેપુર નાઓએ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોને સુચના કરેલ અને મધ્યપ્રદેશ રાજ્યની બોર્ડરની અડીને આવેલ છોટાઉદેપુર જિલ્લાના અલગ-અલગ પો.સ્ટે. વિસ્તારોમાં ગુજરાત રાજ્યમાં આવવાના રસ્તા ઉપર પ્રોહી વોચ નાકાબંધી કરવા જણાવેલ જે સંબંધે એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો રંગપુર પો.સ્ટે. વિસ્તારના અત્રોલી ગામે રોડ ઉપર પોહી વોચ નાકાબંધી કરતા બજાજ પલ્સર મોટર સાયકલ ઉપર લઇ જવાતા ભારતીય બનાવટના વિદેશી દારૂ કિ.રૂ.૪૦,૩૮૦/- ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડી મોટર સાયકલ સાથે કુલ કિ.રૂ.૧,૦૦,૫૮૦/- નો મુદ્દામાલ ઝડપી પાડી રંગપુર પોલીસ સ્ટેશનમાં ગુના નોંધી કાયદેસરની “ કાયર્વાહી હાથ ધરવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220921-WA0005.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *