Gujarat

છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝોઝ પોલીસ સ્ટેશન વિસ્તારના મિઠીબોર (માળ) ગામેથી મહિન્દ્રા મેકસ ગામડીમાં ભરીને લઇ જવાતો રૂપિયા ૩,૧૦,૩૨૦/- ના ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો.

ધર્મેન્દ્ર શર્મા, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓ દ્વારા સમગ્ર જીલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને સુચના કરેલ જે સંબંધે  વી.બી.કોઠીયા પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓએ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોને સુચના કરેલ અને મધ્યપ્રદેશ રાજ્યની બોર્ડરને અડીને આવેલ છોટાઉદેપુર જિલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં ગુજરાત રાજ્યમાં આવવાના અલગ-અલગ રસ્તા ઉપર પ્રોહી વોચ નાકાબંધી કરવા જણાવેલ જે સંબંધે  વી.બી.કોઠીયા નાઓ એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો સાથે ઝોઝ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે મીઠીબોર (માળ) ગામે વોચ-નાકાબંધી કરી મધ્યપ્રદેશ રાજ્યના કાછલા ગામ તરફથી ભારતીય બનાવનો વિદેશી દારૂ ભરી આવતી  મહિન્દ્રા મેકસ ગાડી તથા ગાડીના ચાલકને કોર્ડન કરી પકડી પાડી ભારતીય બનાવટના વિદેશી દારૂ વિસ્કી તથા બીયરની બોટલો મળી કુલ બોટલ નંગ- ૨૨૮૦ કિરૂ. ૩,૧૦,૩૨૦/- નો મુદ્દામાલ ઝડપી પાડી ઝોઝ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધી કાયદેસરની કાયર્વાહી હાથ ધરવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20221214-WA0040.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *