છોટાઉદેપુર રેન્જમા આવેલ સિંગલા ઘાટી નું જંગલ કે જે ગાઢ જંગલ ગણાય છે અને આ ગાઢ આરક્ષિત જંગલમાં અનેક પ્રકારના વૃક્ષો આવેલા છે ત્યારે ગત રાત્રી દરમિયાન આ આરક્ષિત જંગલ વિસ્તારમાંથી અલગ અલગ પ્રકારના વૃક્ષો કાપી તેના લાકડા ટ્રેક્ટરમાં ભરીને લઈ જવામાં આવી રહયા હોવાની બાતમી છોટાઉદેપુર વન વિભાગને મળતા છોટાઉદેપુર રેન્જ ના RFO એન સી રાઠવા પોતાના સ્ટાફ સાથે પહોંચી લાકડા ભરેલ ટ્રેક્ટર અને બે આરોપીઓને ઝડપી પાડી છોટાઉદેપુર સેલ ડેપો ખાતે લઈ આવ્યા હતા ,વન વિભાગ દ્વારા ટ્રેક્ટર માં લઇ જવાતો સાગ, સાદળ,ચારોળી અને કાકાડ ના વૃક્ષો ના એક ઘનમીટર લાકડાનો જથ્થો અને ટ્રેક્ટર મળી કુલ એક લાખ પચ્ચીસ હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી અને આગળની તપાસ હાથ ધરી છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


