Gujarat

છોટાઉદેપુરના રૂનવાડ પાટીયા પાસે ટાટા ઇન્ડિગો કારમાં શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગ

છોટાઉદેપુરના રૂનવાડમાં શોર્ટ સર્કિટથી કારમાં આગ લાગી હતી. ડ્રાયવર દ્વારા પોતાની સૂઝબુઝના ઉપયોગ થકી કારને થોભાવી ઈ ફાયર બ્રિગેડની ટીમને જાણ કરાતા ભારે જેહમત બાદઆગ ઉપર કાબુ મેળવી શકાયો હતો. છોટાઉદેપુરના રૂનવાડ પાટીયા પર ટાટા ઇન્ડિગો કારમાં શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગ જેની જાણ ફાયર બ્રિગેડને થતાં સમયસુચકતા સાથે ઘટના સ્થળ પર જઈ આગ પર કાબુ મેળવ્યો હતો. યોગ્ય સૂઝબુઝના કારણે કરચાલકનો આબાદ બચાવ થવા પામેલ હતો અને કોઈ જાનહાની થઈ ન હતી. છોટાઉદેપુરથી નજીક આવેલ રૂનવાડ નીલિશ ભાઈ જેન્તી ભાઈ રાઠવા  ટાટા ઇન્ડિગો કારમાં  પસાર થઈ રહ્યા હતા. જે કોલીયાઘરથી છોટાઉદેપુર કાર રિપેર કરવા માટે આવતા હતા. તે સમય દરમિયાન એકાએક કાર ભડકે બળવા લાગી હતી. આગ નો મિજાજ પારખી જતાં કારને રોડની સાઈડ ઉપર ઉભી રાખી જેની જાણ
ફાયર બ્રિગેડને કરવામાં આવતાં તરત જ પાટીયા પરથી નીલેશભાઈ જયંતીભાઈફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને ભારે જેહમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. સદર ઘટનામાં કાર ચાલકનો આબાદ બચાવ થવા પામેલ હતો. ગાડીમાં ડ્રાઇવર એકલા જ હતા માટે કોઈ જાનહાની થઈના હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. રૂનવાડ પાટીયા પર ટાટા ઇન્ડિો કારમાં શોર્ટ સર્ક્ટિના કારણે લાગેલી સમાચાર વાયુ વેગે પ્રસરી જતાં ઘટના સ્થળે લોક ટોળાં ઉમટી પડ્યા હતા. ફાયર બ્રિગેડની સમય સુચકતાના કારણે આગ પોતાનુંરોદ્ર સ્વરૂપ ધારણ છે અને વિસ્તાર કે અન્ય રોડ પર ચાલતાં વાહનો અડફેટે ચઢે તે પહેલાં જ તરત જ ઘટના સ્થળ પર જઇ આગ પર કાબુ મેળવ્યો હતો..
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220422-WA0025.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *