છોટાઉદેપુર જિલ્લામાં આવનારી રાજ્યની વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થતા આચાર સંહિતા લાગુ થતા તંત્ર એક્ટિવ થઈ ગયું છે. આજરોજ ચૂંટણીની જાહેરાત થતાની સાથેજ તંત્ર દ્વારા જાહેર માર્ગો તથા જાહેર જગ્યાઓ ઉપર લગાવેલા વિવિધ રાજકીય પાર્ટીઓના બેનરો તંત્ર દ્વારા ઉતારી લેવામાં આવ્યા હતા. અને આચાર સિંહતા નો કડક અમલ શરૂ કરી દેવામાં આવ્યો હતો.
આવનારી વિધાનસભાની ચૂંટણી રાજ્યમાં બે તબક્કામાં તા 1/12/22 તથા 5/12/22ના રોજ યોજાવાની હોય જેમાં છોટાઉદેપુર ની ચૂંટણી તા 5 ડિસેમ્બરે યોજાવાની હોય અને આજથી આચાર સંહિતા લાગુ થઈ જતા છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર એક્શનમાં આવી ગયું છે. અને જિલ્લાના તમામ તાલુકાઓમાં જાહેર જગ્યાઓ ઉપર તથા જાહેર રસ્તાઓ ઉપર તમામ રાજકીય પાર્ટીના બેનરો ઉતારી લેવામાં આવ્યા હતા ચૂંટણી જાહેર થતા વહીવરી તંત્ર હવે તમામ પ્રકારે સજ્જ થઈ ગયું છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


