Gujarat

જંગલ જમીન ખેડતા આદિવાસીઓને વન અધિકાર કાયદા અંતર્ગત જમીનનો હક્ક મળે તે માટે આજે છોટાઉદેપુરમાં વન સમિતિના સભ્યો અને યુવાનો માટે તાલીમનું આયોજન કરાયું હતું.

 

વી.ઓ.
જંગલ જમીન ખેડતા આદિવાસીઓને વન અધિકાર કાયદા હેઠળ જંગલ જમીનનો હક્ક મળે તે માટે સરકારે વન અધિકાર કાયદો બનાવ્યો. વન અધિકાર હેઠળ જંગલ જમીન માટેની મોટાભાગની અરજીઓ પુરાવાના અભાવે પેન્ડિગ છે અથવા તો રદ થઈ છે તો આવી રજીઓનો નિકાલ થાય અને ખરેખર હક્કદાર આદિવાસીઓને જમીન મળી રહે તે માટે સરકાર પ્રયત્નશીલ છે. આજે વન વિભાગના સહયોગથી આર્ચ વાહીની સંસ્થા દ્વારા છોટાઉદેપુરમાં તાલીમ શિબિરનું આયોજન કરાયું જેમાં ગામની જ વન સમિતિ દ્વારા અરજદારને સાથે રાખી દાવા કરાયેલી જમીનની માપની કેવી રીતે કરી શકાય તે માટેની માહિતી આપી હતી.

રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220510-WA0060.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *