જંબુસર નગરપાલિકાએ બાકી મિલકતદારો સામે લાલ આંખ કરી છે. નવયુગ વિદ્યાલયને બાકી વેરા મુદ્દે સીલ મારી દેવામાં આવતા ચકચાર મચી ગઇ છે. જંબુસર નગરમાં બાકી મિલકત વેરા ધારકો સામે હવે પાલિકાએ ઉઘરાણીને લઈ સિલિંગનું શસ્ત્ર ઉગામયુ છે. જેની શરૂઆત શહેરની નવયુગ વિદ્યાલયથી કરાઈ છે. પાલિકાએ જણાવ્યું હતું કે શાળાના ટ્રસ્ટીઓ તેમજ આચાર્યને વારંવાર નોટિસો આપવા છતાં રૂપિયા 1.70 લાખનો વેરો ભરપાઈ નહિ કરતા ન છૂટકે અમને સીલ મારવું પડ્યું છે. અન્ય બાકીદારોની મિલકત પણ આજે જંબુસર પાલિકાએ સીલ કરતા ફફડાટ ફેલાયો છે. શાળાને સીલ કરાતા વિધાર્થીઓના અભ્યાસ સામે પ્રશ્નાર્થ ઉભો થયો છે.
Attachments area


