Gujarat

જંબુસરના 5 ગામોમાં વીજ ધાંધિયાથી ત્રસ્ત રહીશોનો કચેરીએ હલ્લાબોલ

જંબુસર તાલુકાના નડિયાદ, કલક, ડોલીયા, સરદારપુરા સહીતના ગામોમાં વીજધાંધિયાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયાં છે. વીજ જોડાણ બદલી આપવાની માગ સાથે આગેવાનોએ વીજ કંપનીના અધિકારીઓને રજુઆત કરી છે. જંબુસર જીઈબી ઓફિસ ખાતે પૂર્વ ધારાસભ્ય કિરણ મકવાણાની આગેવાનીમાં નડિયાદ કલક, ડોલીયા, સરદારપુરા ગામના સરપંચઓ તથા આગેવાનો રજુઆત માટે આવ્યાં હતાં.
આ ગામોમાં છાશવારે વીજળી ડુલ થઇ જતી હોવાથી લોકો ભારે હાલાકીનો સામનો કરી રહયાં છે. રોજીંદા કાર્યોમાં વિક્ષેપ પડવાની સાથે ખેતીમાં પણ અવરોધ ઉભો થઇ રહયો હોવાની વાંરવાર ફરિયાદ કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા આગેવાનોએ વીજ કંપનીની કચેરીએ હલ્લો બોલાવ્યો હતો. દેવલા ફીડરમાં આ પાંચ ગામોની લાઈટ કનેક્શન બદલી આપવા માટે અધિકારીઓને રજુઆત કરવામાં આવી છે. આગેવાનોએ જણાવ્યું હતું કે આ ગામોમાં અવારનવાર લાઇટ જતી રહે છે.
જેથી વિજ કચેરી એ વારંવાર ફોન કરવા છતાં કોઈ ફોન ઉપાડતું નથી. અને યોગ્ય જવાબ પણ મળતો નથી. વહેલી તકે વીજ જોડાણ બદલી આપવામાં નહિ આવે તો પાંચ ગામના લોકો ભેગા મળી વીજ કંપની સામે આંદોલન છેડશે.આ ગામોમાં છાશવારે વીજળી ડુલ થઇ જતી હોવાથી લોકો ભારે હાલાકીનો સામનો કરી રહયાં છે. દેવલા ફીડરમાં આ પાંચ ગામોની લાઈટ કનેક્શન બદલી આપવા માટે અધિકારીઓને રજુઆત કરવામાં આવી છે.
Attachments area

IMG-20220921-WA0155.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *