Gujarat

જગતપુર ફાટક પાસે રેલ્વે કર્મચારીની હત્યા કરી લાશને મેદાનમાં ફેંકી દીધી હાલતમાં મળી

અમદાવાદ
અમદાવાદ શહેરના સાબરમતી રેલવે પાસે જગતપુર ફાટક નજીક રેલવેના કર્મચારીની હત્યા કરી લાશ ફેંકી દીધી હતી. આ બનાવની જાણ થતાં ત્રણ પોલીસ સ્ટેશનની પોલીસે પહોંચી હતી. કારણ કે જે જગ્યાએથી લાશ મળી ત્યાં ત્રણ પોલીસ સ્ટેશનની હદ મળતી હતી. આખરે આ સમગ્ર પ્રકરણમાં સાબરમતી પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બીજી તરફ મૃતકની લાશ મળી તેનાથી થોડે જ દૂર તેમની ઘર આવેલું છે, હવે આ હત્યા પાછળનું કારણ જાણવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે. જગતપુર પાસે રેલવેના કર્મચારીની હત્યા કરાયેલી લાશ મળી આવી છે. ખુલ્લા પ્લોટમાં લોકો ટોળે વળ્યા હતા ત્યારે જાણવા મળ્યું કે નજીકની સોસાયટીમાં રહેતા અમિતકુમાર સત્યાર્થી ઓએસ તરીકે રેલવેમાં ફરજ બજાવ હતા. તેઓના શરીરે બોથડ પદાર્થના ફટકા માર્યા હતા. જેના કારણે તેમનું મોત નિપજ્યું હતું. અમિત કુમારની હત્યા ગઈકાલે મોડીરાતે થઈ હોવાનું હાલ માનવામાં આવી રહ્યું છે. અમિત કુમારની લાશ જે જગ્યાએથી મળી તેનાથી માત્ર ૧૬૦૦ મીટરના અંતરે જ તેમનું ઘર આવેલું છે. લાશ મળ્યા બાદ અહીંયા ત્રણ પોલીસ સ્ટેશનની હદ લાગતી હોવાથી અલગ અલગ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પહોંચી ગયો હતો. હાલ સાબરમતી પોલીસે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Sabarmati-Police-Station.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *