મોરબી
જબલપુર ગામે રહેતી સુમીતાબેન જયદિપભાઈ ભાલોડીયાએ રોજ પોતાના ઘરે અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇને જિંદગી ટૂંકાવી હતી. જેથી આ બનાવની જાણ વિનોદભાઈ વશરામભાઈ ભાલોડીયાએ ટંકારા સીટી પોલીસને કરી હતી. હાલ પોલીસમાંથી મળેલી માહિતી અનુસાર મૃતક નિઃસંતાન છે. તેના લગ્ન ૨ વર્ષ પૂર્વે જયદિપભાઈ સાથે થયા હતા અને હાલ તે સાસુ-સસરા સાથે રહેતી હતી. જાે કે તો એવું તો એવું તો શું બન્યું કે પરિણીતાએ જિંદગી ટૂંકાવવાની ફરજ પડી? તેનું ચોક્કસ કારણ જાણવા ટંકારા પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ટંકારાના જબલપુર ગામે પરિણીતાએ પોતાના રૂમમાં એ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ આપઘાત કરતા ચકચાર મચી જવા પામ્યો છે. આ મુદ્દે ટંકારા પોલીસે નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
