Gujarat

જલિયાણ ગ્રુપની ઓફિસ અને મકાન પર આઈટી વિભાગના દરોડા

પાટણ
જમીન,મકાન અને બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા જલિયાણ ગ્રુપની હારીજમાં આવેલી ઓફિસ અને ઘર પર વહેલી સવારે ૫ વાગ્યાથી જ આઈટી વિભાગની ટીમો ત્રાટકી હતી. જાે કે, જલિયાણ ગ્રુપના માલિકના ભાઈની દીકરીના અમદાવાદ ખાતે લગ્ન હોય ઘર અને ઓફિસ બંધ હોવાથી ૈં્‌ વિભાગના અધિકારી અને કર્મચારીઓ બહાર બેસી રહ્યા હતા.જલિયાણ ગ્રુપના માલિક પરત ફર્યા બાદ ઘર અને ઓફિસ પર તપાસ હાથ ધરાય તેવી શક્યતા છે. આઈટી વિભાગ દ્વારા ગુજરાતમાં પાટણના જલિયાણ ગ્રુપ ઉપરાંત અમદાવાદમાં એશિયન સિરામિક ગ્રુપ અને ખાનગી ફાઇનાન્સ પેઢીમાં વહેલી સવારથી જ આવકવેરા વિભાગનું સર્ચ-ઓપરેશન શરૂ થયું છે. એકસાથે ૩૫થી ૪૦ જગ્યાએ આવકવેરા વિભાગના દરોડા પડતાં ખાનગી પેઢીઓમાં ફફડાટ શરૂ થયો છે.પાટણના હારિજ સ્થિત જલિયાણ ગ્રુપની ઓફિસ અને રહેઠાણ પર આજે વહેલી સવારથી જ ૈં્‌ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. લાંબા સમય બાદ પાટણ જિલ્લામાં આઈટી વિભાગના દરોડાના પગલે કરચોરોમાં ફફડાટ ફેલાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *