રિપોર્ટર.મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
જવાહર નવોદય વિદ્યાલય કઠલાલ માં ભારત સ્કાઉટ ગાઈડ નવોદય વિદ્યાલય સમિતિ સ્ટેટ દ્વારા સ્કાઉટ ગાઈડ તૃતીય સોપાન કૈમ્પ નું આયોજન તારીખ કરવામાં આવ્યું .આ કેમ્પ માં નવોદય વિદ્યાલય કઠલાલ ના 12 સ્કાઉટ અને 19 ગાઈડ વિદ્યાર્થીઓ એ ભાગ લીધો.કૈમ્પ માં નડિયાદ ના કૌશલભાઈ પટેલ પ્રિ એલ ટી સ્કાઉટ દ્વારા બાળકો ને સ્કાઉટ ગાઈડ પ્રશિક્ષણ આપવામાં આવ્યું .નવોદય વિદ્યાલય ના આચાર્ય અનિલ કામ્બલે દ્વારા કેમ્પ નું સુંદર આયોજન અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.વિદ્યાલય ના સ્કાઉટ માસ્ટર દિનેશ વણકર દ્વારા સ્કાઉટ ગાઈડ તૃતીય સોપાન કૈમ્પ ની સુચારુ વ્યવસ્થા કરવામાં આવી હતી.


