રિપોર્ટર.મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
તારીખ 11 માર્ચથી 17 માર્ચ સુધી ગ્રાહક સુરક્ષા સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે કઠલાલની જવાહર નવોદય વિદ્યાલય ખાતે વિશ્વ ગ્રાહક દિન સપ્તાહ અંતર્ગત ગ્રાહક સુરક્ષા સેમિનાર યોજાયો.હાલના ડિજિટલ યુગમાં નાણાંની લેવડ-દેવડ યોગ્ય રીતે થઇ શકે અને યોગ્ય ડિજિટલ નાણાકીય પદ્ધતિ નો સૌ કોઈ ઉપયોગ કરી શકે તે બાબતે વિસ્તૃત જાણકારી આ સેમિનારમાં આપવામાં આવી હતી.તેમજ ગ્રાહક સુરક્ષા ના કાયદા બાબતે પણ સૌને માહિતગાર કરાયા હતા.આવનાર સમયમાં ડિજિટલ નાણાકીય પદ્ધતિ કેટલી ઉપયોગી રહેશે અને સુરક્ષા સાથે તેનો કેવી રીતે ઉપયોગ કરવો તે બાબતે સંપૂર્ણ જાણકારી આપવામાં આવી હતી.સમગ્ર કાર્યક્રમમાં નેહાબેન પંચાલ જિલ્લા પુરવઠા અધિકારી,જીજ્ઞાબેન પટેલ મામલતદાર કઠલાલ,ગ્રાહક સુરક્ષા કપડવંજ ના વિષ્ણુભાઈ પારેખ તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.તેમજ જવાહર નવોદય વિદ્યાલયના શિક્ષક કિશનલાલ કુમાવત અને વિદ્યાર્થીઓ સલમાનખાન તથા પ્રીશા પટેલે ગ્રાહક સુરક્ષા બાબતે સુંદર વક્તવ્ય રજૂ કર્યું હતું અને સૌને માહિતગાર કર્યા હતા. તેમજ કન્ઝ્યુમર કલબના ફેલાવવા અને ગ્રાહક સુરક્ષા અંગે માર્ગદર્શનના હેતુથી એસ.પી.શાહ હાઇસ્કુલ મહુધા અને ચકલાસી ની એક શાળાને ચેક વિતરણ કરવામાં આવ્યું હતું.શાળાના આચાર્ય અનિલ કાંબલે એ આભારવિધિ કરી હતી.તેમજ સંગીતાબેન ના માર્ગદર્શન હેઠળ સ્વાગત ગીત રજૂ કરાયું હતું.સમગ્ર કાર્યક્રમનું સંચાલન કે.એસ.મીણા દ્વારા કરવામાં આવ્યું હતું.તેમજ આ કાર્યક્રમમાં જવાહર નવોદય વિદ્યાલય ના સ્ટાફ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


