Gujarat

જવાહર નવોદય વિદ્યાલય ની પરીક્ષા બોડેલી ખત્રી વિદ્યાલય ખાતે ધોરણ પાચ ના વિદ્યાર્થીઓએ શાંતિમય વાતાવરણમાં આપી

જવાહર નવોદય વિદ્યાલય ની પરીક્ષા બોડેલી તાલુકામાં ખત્રી વિદ્યાલય ખાતે ૩૦ જેટલા બ્લોક ફાળવવામાં આવ્યા જેમાં 352 વિદ્યાર્થી પરીક્ષા આપવા માટે ની જોગવાઈ કરવામાં આવી.

આજરોજ તારીખ 30. 4 .2022સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં તાલુકા મથકે જવાહર નવોદય વિદ્યાલય ની પરીક્ષા લેવામાં આવી જેમાં ધોરણ પાંચ ના વિદ્યાર્થીઓ તાલુકા કક્ષાએ નક્કી કરેલ કેન્દ્ર પર એન્ટ્રન્સ ટેસ્ટ આપવા માટે આવ્યા જેમાં છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં ખત્રી વિદ્યાલય મુકામે ૩૦ જેટલા બ્લોક ફાળવવામાં આવ્યા જેમાં 352 વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવા માટે ની જોગવાઈ કરવામાં આવી. આ પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થાય અને મેરીટ માં આવે ત્યારે છઠ્ઠા ધોરણથી બાર ધોરણ સુધી આ વિદ્યાર્થીઓને કડીપાણી મુકામે જવાહર નવોદય ની શાળા સ્થાપિત થયેલી છે ત્યાં એડમિશન મળે છે જ્યાં સંપૂર્ણ ખર્ચ સરકાર શ્રી દ્વારા  ઉઠાવવામાં આવે છે વિદ્યાર્થીઓને રહેવા જમવાની સુવિધાઓ સાથે ત્યાં અભ્યાસ કરવામાં આવે છે.   તમામ વિદ્યાર્થીઓએ શાંતિમય વાતાવરણમાં પરીક્ષા આપી હતી

ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220430-WA0045.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *