ગરબાડા
ગરબાડા તાલુકાના જાંબુઆ ગામે ઘરની આગળ થ્રેસર મશીન વડે ઘઉં કાઢતી વેળા એ હૃદય કંપાવનારી ઘટના સામે આવી હતી. જેમાં ૧૦ વર્ષીય બાળકી અચાનક પાછળના ભાગે થેસર મશીનમાં આવી જતા બાળકીને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.ગરબાડા તાલુકાના જાંબુઆ ગામના હવેલી ફળિયાના રહેવાસી જવલિંગ ભાભોર પોતાના ઘરની આગળ થ્રેશર મશીનમાં ઘઉં કાઢવાનું કામ કરી રહ્યા હતા. તે દરમિયાન તેમની ૧૦ વર્ષીય પુત્રી ઝીણીબેન અકસ્માતે પાછળના ભાગે થ્રેસર મશીનમાં આવી જતા તેઓના માથાના સંપૂર્ણ વાળ થ્રેસર મશીનમાં આવી જતા વાળ ચામડી સાથે નીકળી ગયા હતાં. જેથી માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત ઝીણીબેન ને તાબડતોડ ૧૦૮ ઈમરજન્સી સેવા મારફતે સારવાર અર્થે દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યા હાલ તેઓ સારવાર હેઠળ છે. આ સમગ્ર ઘટનામાં ૧૦ વર્ષીય ઝીણીબેન કેવી રીતે થ્રેસર મશીનમાં આવી ગયા હતા જેનો હાલ કોઈ ખુલાસો થયો નથી.થ્રેસર મશીનમાં આવેલી ૧૦ વર્ષની બાળકી દાહોદના ઝાયડસ હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે. આ ઘટના આખા તાલુકામાં ચર્ચાનો વિષય બની હતી.


