ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂ-જુગારની બદી દુર કરવા પ્રોહી જુગારના કેસો કરવા અંગે સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કરેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ આ ડ્રાઇવ દરમ્યાન જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોય ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હતું.
અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ પોલીસ સબ ઇન્સ.શ્રી વી.વી.ગોહિલ તથા એલ.સી.બી.ટીમ ગઇ કાલ તા.૧૦/૧૦/૨૦૨૨ નાં રોજ જાફરાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન મળેલ બાતમી હકિકત આધારે રેડ દરમ્યાન ચાર ધામોને જાહેરમાં વરલી મટકાના આંકડા લઇ જુગાર રમી રમાડતા રોકડ રકમ, મોબાઇલ ફોન તથા જુગાર સાહિત્ય સાથે પકડી પાડી, ચારેય ઇસમો સામે જુગારધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરી, પકડાયેલ આરોપીઓ તથા મુદ્દામાલ જાફરાબાદ પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે
વરલી મટકાનો જુગાર રમતા પકડાયેલ ઇસમોઃ
(૧) મનુભાઇ કરશનભાઇ બારૈયા, ઉ.વ પર, રહેજાફરાબાદ, તા.જાફરાબાદ, જિ.અમરેલી
(૨) રમેશભાઇ બાબુભાઇ બારૈયા, ઉ.વ.૪૭, રહેજાફરાબાદ, તા.જાફરાબાદ, જિ.અમરેલી,
(૩) જાદવભાઇ જીવાભાઇ ચૈાહાણ, ઉ.વ.૪૩, રહેજાફરાબાદ, તા.જાફરાબાદ, જિ.અમરેલી.
(૪) અલીભાઇ કરીમભાઇ સોરઠીયા, ઉ,વ.૬૫, રહે.જાફરાબાદ તા.જાફરાબાદ, જિ.અમરેલી
પકડાયેલ મુદ્દામાલઃ
રોકડા રૂ.૮,૩૮૦/- તથા મોબાઇલ ફોન નંગ – ૫ કિં.રૂ.૧૧,૫૦૦/- તથા વરલી મટકાનું સાહિત્ય કિં.રૂ.૦૦/- મળી કુલ કિં.રૂ.૧૯,૮૮૦/- નો મુદ્દામાલ
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી વી.વી.ગોહિલ તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી


