Gujarat

જાફરાબાદ માં એસટી બસસ્ટેશન માં મહત્વની સુવિધાઓ આપવામાં ઠાગાઠૈયા કરતી એસટી તંત્ર

વિક્રમ સાખટ બ્યુરો અમરેલી
જાફરાબાદ ખાતે આવેલ એસટીબસસ્ટેશન માં છેલ્લા બે વર્ષથી રીઝર્વેશના સાધનો હોવા છતાં ટિકિટ બુકિંગ ની રીઝર્વેશન કરવામાં આવતું નથી રીઝર્વેશન કરવાં માટે  મુસાફરોને ખાનગી એજન્સી પાસે મોકલવામાં આવે છે. જ્યાં મુસાફરો પાસેથી કમિશન વધુ રકમ વસૂલવામાં આવે છે. ને મુસાફરો દંડાય છે. મુસાફરોને એસટીની સુવિધાઓ નો લાભ મળતો નથી  તો શાકારણે  રીઝર્વેશન કરવામાં આવતું નથી  તેવો વૈધક પ્રશ્ન લોકમુખે નગરજનો માં પુછાય રહેલ છે. છેલ્લા  છ  માસથી  માઈકમાં એનાઉસ કરવામાં નથી આવતું અને આ બાબતે એસટી તંત્રને લેખિત માં રજૂઆત કરેલ હોવા છતાં એસટી ના ઊચ્ચસત્તા ધિકારી ઓ આંખ આડા કાન કરી રહ્યા છે રાત્રિના સમયમાં જાફરાબાદ બસસ્ટેશન માં એક્જ ટ્યુબલાઈટ રાખવામાં આવે છે.  બસસ્ટેશન માં ૮ ટ્યુબલાઈટ ની જરૂર છે. રાત્રિની બસોમાં મહિલા ઓને મુસાફરી કરવી કંઠીન બની છે. કેમકે બસસ્ટેશનમા અસમાજિક તત્ત્વો તેમજ આવારા તત્વો નો બસસ્ટેશન અડો બની ગયો હોય તેમ છે.  માટે સિક્યોરિટી મુકાવી જરૂરી છે. તેમજ કોડિનાર. જાફરાબાદ થી અમરેલી નો રુટ કોડિનાર ડેપો મેનેજર ના મનસ્વી વલણથી જાફરાબાદ અમરેલી નો રુટ બંધ કરી દેવામાં આવ્યો છે. જે જનતા ની હાલાકીમાં વધારો થઈ રહ્યો છે. જે બાબત અતિશય ગંભીર ગુનાહિત છે.  ડેપો મેનેજરે સરકાર ના જમાઇ તરીકે નહીં પરંતુ જનતાના સેવક તરીકે પગાર મુસાફરોની આવક માંથી મળેછે જેથી કરીને સેવક તરીકે જનતાને વધુ સુખાકારી મળે તેવા રુટ માં જરૂરી ફેરફાર કરવો જરૂરી છે. ઉપરોક્ત તમામ બાબતે યોગ્ય કરવામાં નહીં આવે તો જનતા જનાર્દન આંદોલન કરતા અચકાશે નહીં જરૂર પડેતો નામદાર કોર્ટ માં જાહેર હિતની અરજી (PIL) દાખલ કરવામાં આવશે તેની ગંભીર નોંધ લેવી અત્રે નોંધવું જરૂરી છે કે સવારના ૬.૪૫ પછી એક્ય બસની સુવિધા નથી માટે કોડિનાર. જાફરાબાદ બસને અગાઉના રુટ મુજબ સરૂ કરવી જરૂરી છે.

IMG-20220109-WA0051.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *