Gujarat

જામનગર ખાતે ‘રોડ સેફટી અવેરનેસ કાર્યક્રમ’ યોજાયો

ઔદ્યોગિક તાલીમ સંસ્થા, જામનગર ખાતે આસિસ્ટન્ટ વિહક્લ ઇન્સ્પેકટરશ્રી ડી.આર. માણેકના અધ્યક્ષસ્થાને ગત તા.૨૨ નવેમ્બરના રોજ રોડ સેફટી અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત સંસ્થાના ૭૫ તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો. શ્રી ડી.આર. માણેક દ્વારા રોડ સેફટીને લગતી ઉપયોગી માહિતી તેમજ માર્ગદર્શન તાલીમાર્થીઓને આપવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે રોડ સેફટીને લગતા નિયમ પાલનના શપથ તાલીમાર્થીઓએ ગ્રહણ કર્યા હતા.

કાર્યક્રમની આભારવિધિ સંસ્થાના આચાર્યશ્રી વી.કે.ગાજિયા, ઇન્ચાર્જ ફોરમેન શ્રી એમ.પી. જાદવ તેમજ સુ.ઈ.શ્રી એન.એ. ગોજીયા દ્વારા કરવામાં આવી હતી. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *