સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
જામનગર ગ્રેનસ મેમ્બર જુહીબેન ચાવડાના જન્મદિવસની શ્રેષ્ઠ ઉજવણીના ભાગરૂપે સ્લમ એરિયાના બાળકો તથા જામ રણજીતસિંહ નિરાધાર વૃદ્ધાશ્રમ. અંધજન કલ્યાણ મહિલા મંડળની બહેનોને પાંવભાજીનો જમણવાર કરી સરાહનીય કામગીરી કરી પોતાના જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી. પોતે જામનગરના સક્રિય સામાજિક કાર્યકર પણ છે અને સંપૂર્ણ નિસ્વાર્થ ભાવથી સમાજના શોષિત અને પીડિત લોકોની શક્ય એટલી સેવા કરે છે. હા, . કોઈપણ અપેક્ષા વગર બિનવારસુ પ્રભુ જઈને પણ નવડાવે છે તથા આશ્રમમાં કે કોઈ પણ સંસ્થામાં જ્યારે પણ સેવા ના કામમાં જવાનું થાય તો ચોક્કસ જાય છે ખરેખર જામનગરના દુખિયાના બેલી કહી શકાય એવાં વ્યક્તિએ આજે પોતાના જન્મદિવસ નિમિત્તે વૃદ્ધો, બાળકો તથા અંધ બહેનોને જમાડી પુણ્યનું ભાથું બાંધ્યું બધી જગ્યાએ ટોટલ ૨૦૦ પ્લેટ પાંવભાજી તથા આઈસ્ક્રીમ જમાડી લોકોના આશિર્વાદ લીધા છે. પોતાના જન્મદિવસ નિમિત્તે શહેરનાં વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ શુભકામના પાઠવી રહ્યા હતા. તેમના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા સહ ઈશ્ર્વર આપને દીર્ઘાયુ અને તંદુરસ્ત જીવન અર્પે અને જીવનનાં વિકાસનો સર્વોત્તમ શિખરો સર કરે એવી શુભેચ્છા સહ..


