Gujarat

જામનગર જિલ્લા પંચાયત, આરોગ્ય વિભાગની કુટુંબ કલ્યાણ શાખાની સલાહકાર સમિતિની બેઠક યોજાઈ

જામનગર જિલ્લા પંચાયત ખાતે આરોગ્ય વિભાગની કુટુંબ કલ્યાણ શાખાની પી.સી. &પી.એન.ડી.ટી. એક્ટ સલાહકાર સમિતિબેઠક યોજાઈ હતી. આ મિટિંગમાં જિલ્લા સી.ડી.એચ.ઓ. શ્રી ડો. હારુન ભાયાના અધ્યક્ષસ્થાને પી.સી. પી.એન.ડી.ટી. એક્ટ અંતર્ગત વિવિધ હોસ્પિટલ અને ક્લિનિક વેરિફિકેશન રીવ્યુ, ૩ રીન્યુઅલ રજીસ્ટ્રેશન બાબતે સમિતિના સભ્યો સાથે પરામર્શ કરવામાં આવ્યો હતો.

આ બેઠકમાં સમિતિના અધ્યક્ષશ્રી તથા સભ્યશ્રીઓએ જણાવ્યું હતું કે હવેથી તાલુકાઓમાં સભાઓ ભરવાની સાથે દરેક ગામડાઓમાં તાલુકા સી.ડી.એચ.ઓ. શ્રી દ્વારા સભાનું આયોજન કરવામાં આવશે. વહુઓ અને સાસુઓ વચ્ચે ખુલ્લા મને વાત થાય, તેમજ દીકરો દીકરી એક સમાન છે આ વિચાર દરેક ગ્રામજન સમજે.. આ વાત ઉપર ખાસ ભાર મૂકવામાં આવશે. આ ઉપરાંત, તાલુકા સ્તરે ગ્રાન્ટ ફાળવવાની સાથે દરેક ગામડામાં પણ ગ્રાન્ટનો સંપૂર્ણ ઉપયોગ થાય તે લક્ષ્યાંક રહેશે. જાહેર સ્થળોએ દરેક કાર્યક્રમમાં સામાજિક જાગૃતિ અંગેના બેનર્સ લગાવવામાં આવશે, જેથી લોકો વધુ જાગૃત બને. સામાજિક સંસ્થાઓ સાથે આગામી સમયમાં કાર્યક્રમો કરવામાં આવશે જેથી મહત્તમ લોકો વાકેફ બને. 

આ બેઠકમાં જિલ્લા એપ્રોપ્રિયેટ ઓથોરિટી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. હારુન ભાયા દ્વારા હાજર તમામ સદસ્યશ્રીઓ તેમજ અધિકારીશ્રીઓનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં શ્રી હેતલબેન અમેથિયા, શ્રી લાયન શૈલેષભાઇ ગઢવી, સરકારી વકીલ શ્રી હિતેષભાઇ સવજાણી, જી.જી. હોસ્પિટલ ગાયનેક વિભાગમાંથી શ્રી ડો. તૃપ્તિ નાયક, બાળ વિભાગમાંથી શ્રી ડો. હેમાંગીની ખરાડી, માઈક્રોબાયોલોજી વિભાગમાંથી શ્રી ડો. કૃણાલ મહેતા, રેડિયોલોજી વિભાગમાંથી શ્રી ડો. એમ.ટી. માંકડા, ધ્રોલ તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડો. અલ્તાફ વૈષ્ણવ, જોડિયા તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડો. સંજય સૌમેયા, જામનગર તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડો. એસ.આર. પટેલ, કાલાવડ તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડો. ભુમિલ રાઠોડ તેમજ એપેડેમિક આરોગ્ય અધિકારીશ્રી ડો. એસ.આર. રાઠોડ ઉપસ્થિત રહયા હતા. બેઠક સત્રની જહેમત પ્રોજેક્ટનીસ્ટશ્રી બહાદુરસિંહ ચુડાસમા અને આસિસ્ટન્ટશ્રી હિતેષભાઇ બોરીચા દ્વારા ઉઠાવવામાં આવી હતી.

aarogya-vibhag-meeting-3.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *