Gujarat

જામનગર જિલ્લા માટે કેરોસીનનાં નવા ભાવો નિયત કરાયા

જામનગર તા.૧૧ મે, સરકારશ્રીના અન્ન નાગરિક પુરવઠા અને ગ્રા.બા. વિભાગના તા.૦૪ મે ૨૦૨૨નાં પત્રથી સુચિત થયા મુજબ કેરોસીનના કચ્છ જિલ્લાના કંડલા સપ્લાય પોઇન્ટના નવા ભાવો નિયત કરવામાં આવેલ છે. જે મુજબ જામનગર જિલ્લામાં કેરોસીનના નવા ભાવો બાંધવામાં આવેલ છે.

જે મુજબ જામનગર જિલ્લાના વિવિધ તાલુકામાં એજન્ટ/જથ્થાબંધ વિક્રેતાએ વેચાણ કરવાનો એક કિલો લીટરનો ભાવ રૂ।.પૈસા અને છુટક વિક્રેતા/વાજબી ભાવના દુકાનદાર/ફેરિયાએ વેચાણ કરવાનો છુટક એક લીટરનો ભાવ રૂ।.પૈસા જામનગર તાલુકામાં અનુક્રમે ૮૦૪૭૫.૩૦ અને ૮૧.૫૫, લાલપુર તાલુકામાં અનુક્રમે ૮૦૮૦૮.૭૮ અને ૮૧.૮૫, ધ્રોલ તાલુકામાં અનુક્રમે ૮૦૧૪૧.૮૨ અને ૮૧.૨૦, જોડિયા તાલુકામાં અનુક્રમે ૮૦૦૧૬.૭૬ અને ૮૧.૦૫, કાલાવડ તાલુકામાં અનુક્રમે ૮૦૫૫૮.૬૭ અને ૮૧.૬૦ તેમજ જામજોધપુર તાલુકામાં અનુક્રમે ૮૧૧૪૨.૨૬ અને ૮૨.૨૦ ભાવ નિયત કરવામાં આવેલ છે, જેની જાહેર જનતા તથા સંબંધિતશ્રીઓએ નોંધ લેવી. નકકી કરેલ ભાવથી વધુ ભાવ લેવામાં આવવાનો કિસ્સોક ધ્યારને આવશે તો સંબંધકર્તા સામે શિક્ષાત્મ્ક કાર્યવાહી કરવામાં આવશે તેમ કલેકટરશ્રી જામનગરની યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *