જામનગર જિલ્લાના તમામ ખેડૂતો ચાલુ વર્ષ ૨૦૨૨-૨૩માં બાગાયત વિભાગ તરફથી ચાલતી ‘કમલમ ફ્રૂટ (ડ્રેગન ફ્રૂટ) વાવેતર, ફળ પાક પ્લાંટિંગ મટીરીયલ્સ, વધુ ખેતી ખર્ચ વાળા ફળપાકો સિવાયના ફળપાકો, અતિ ઘનિષ્ટ ખેતીથી વાવેતર કરેલ ફળપાકોની સહાય યોજનાનો લાભ મેળવવા માટે રાજ્ય સરકાર દ્વારા કાર્યરત આઇ -ખેડૂત પોર્ટલ પર આગામી તા.૧૫ ઓકટોબર સુધી ઓનલાઇન અરજી કરી શકશે. અરજીની પ્રિન્ટ નકલ સાથે ૭-૧૨, ૮-અ, જાતિનો દાખલો (અનુસૂચિત જાતિ માટે), આધારકાર્ડ, રેશન કાર્ડ, બેંક બચત ખાતાની નકલ જોડીને નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, જિલ્લા સેવા સદન-૪, પહેલો માળ, સુભાષ પૂલ પાસે, જામનગર ખાતે જમા કરાવવાની રહેશે. વધુ માહિતી માટે ફોન નં.૦૨૮૮-૨૫૭૧૫૬૫ પર સંપર્ક કરી શકાશે, તેમ નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
