Gujarat

જામનગર જિલ્લાનાં ૨૯ ગામોની રૂબરૂ મુલાકાત લઈ લોકપ્રશ્નો સાંભળતા કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ

જામનગર તા.૨૧ ફેબ્રુઆરી,ગુજરાત રાજ્યના કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે પોતાના ત્રણ દિવસના જિલ્લા પ્રવાસ દરમિયાન જામનગર જિલ્લાના ધ્રોલ, જામજોધપુર તથા જામનગર તાલુકાઓના ૨૯ ગામોની શુભેચ્છા મુલાકાત લઈ લોક પ્રશ્નો સાંભળ્યા હતા અને લોકોની માંગણી તથા રજૂઆત પરત્વે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મંત્રીશ્રીએ જિલ્લાના માવાપર, રોઝીયા, બીજલકા, ખારવા, હરીપર, માણેકપર, વાંકીયા, ધ્રોલ, બાળા, જામનગર, લુંબીનગર, લાવડીયા, નાઘુના, નારણપર, દડીયા, કલ્યાણપુર, જામજોધપુર, શેઠવડાળા, બુટાવદર, મોટીભરડ, મતવા, હડમતીયા, વાગડીયા, વાણીયા, મોટી ભલસાણસુમરી, હર્ષદપુર, નવા મોખાણા, જુના મોખાણા ગામની શુભેચ્છા મુલાકાત કરી હતી.મુલાકાત દરમિયાન આ દરેક ગામમાં મંત્રીશ્રીનું સામૈયા કરી સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ દરેક ગામના સરપંચશ્રી અને ઉપસરપંચશ્રી અને ગામના સહકારી મંડળીના પ્રમુખશ્રી તેમજ બહોળી સંખ્યામાં ગ્રામ જનોએ મંત્રીશ્રીનું ફુલહાર અને સાલ ઓઢાળી સન્માન કર્યું હતું. મંત્રીશ્રી દ્વારા દરેક ગામોના વિકાસ લક્ષી તેમજ વ્યકતિગત કામોના પ્રશ્નો સાંભળેલ અને ઉકેલવા માટેની જરૂરી કાર્યવાહી કરવાની ખાત્રી આપેલ.

 

આ પ્રવાસ કાર્યક્રમમાં મંત્રીશ્રી સાથે શ્રી નવલભાઇ મુંગરા પ્રમુખ ધ્રોલ તાલુકા ભાજપ, રસીકભાઈ ભંડેરી પૂર્વ ચેરમેનશ્રી માર્કેટિંગ યાર્ડ ધ્રોલ, લખધીરસિંહ જાડેજા ચેરમેનશ્રી શિક્ષણ સમીતી જિલ્લા પંચાયત, જામનગર, ભીમજીભાઈ મકવાણા પ્રમુખશ્રી અનુ. જાતી મોરચો જિલ્લા ભાજપ, દેવકરણભાઈ ભાલોડીયા ચેરમેનશ્રી માર્કેટિંગ યાર્ડ- ધ્રોલ, પોલુભા જાડેજા પ્રમુખશ્રી તાલુકા પંચાયત- ધ્રોલ, જેન્તીભાઇ કગથરા ઉપ પ્રમુખ તાલુકા પંચાયત-ધ્રોલ, હિતેશભાઈ ચનીયારા મહામંત્રીશ્રી શહેર ભાજપ, ડી.ડી. જીવાણી ઉપપ્રમુખ જિલ્લા ભાજપ, રમેશભાઈ બારૈયા મહામંત્રીશ્રી તાલુકા ભાજપ, તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, ધ્રોલ યાર્ડના ડાયરેક્ટરશ્રીઓ સાથે જોડાયેલ હતા.

વિરેન્દ્રસિંહ પરમાર

23-5.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *