Gujarat

જામનગર શહેરની ઝોનકક્ષા તેમજ સીધી શહેરકક્ષા સ્પર્ધા અને જામનગર જિલ્લાનાં તાલુકાકક્ષા સ્પર્ધાનો શુભારંભ કરાયો

ગુજરાત સરકારશ્રીના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ,ગાંધીનગરના સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી જામનગર સંચાલિત ખેલ મહાકુંભ-૨૦૨૨ની જામનગર જિલ્લાની તાલુકાકક્ષાથી શરૂ રમતો કબ્બડી,ખો ખો,રસ્સાખેચ,ચેસ,યોગાસન,વોલીબોલ, એથ્લેટીક્સ સ્પર્ધાઓનો તા.૨૦/૦૩/૨૦૨૨નાં રોજ કલેકટરશ્રી ડો.સૌરભ પારધી,જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિહિર પટેલના હસ્તે તેમજ જામનગર શહેરની ઝોન કક્ષસ્પર્ધાઓનો મ્યુનિ.કમિશ્નરશ્રી વિજય ખરાડીના હસ્તે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી કૈલા તેમજ જિલ્લા રમત ગમત અધિકારીશ્રી નીતાબેન વાળાનાં માર્ગદર્શન હેઠળ જુદી જુદી શાળા/સંસ્થાના સહયોગથી શુભારંભ થયેલ છે.જેમાં જામનગર શહેર- જિલ્લાના છેવાડાનાં ગામનાં રમતવીરો ઉમંગ અને ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે.

khel-mahakumabh-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *