જામનગર
જામનગરના ગોકુલનગર, વિસ્તારમાં રડાર રોડ ઉપર બજરંગ ડાઇનિંગ હોલ ચલાવતા અરવિંદભાઈ નિમાવત અને તેમના પત્ની લિપાબેન, તથા પુત્ર કરણ,તથા રણજીત, તેમજ પુત્રી કિરણબેન ગુમ થઈ જતા તેના મિત્રોને જાણ થવાથી તરુંત જ રાજકોટમાં રહેતા તેમના સાળાને જાણ કરી હતી. આથી તેમના શાળા નરેન્દ્રભાઈ જામનગર આવીને સીટી-સી ડિવિઝન પોલીસ મથકમાં પંચાયેની ગુમ નોંધ થઈ ગયાની જાહેરાત કરી હતી ઉપરોક્ત ગુમ થયેલા પરિવારની તપાસ જિલ્લા પોલીસ વડાના સીધા માર્ગદર્શન હેઠળ સીટી સી પોલીસ સ્ટેશનના પી.આઈ કે.એલ.ગાંધે એલસીબી પીએસઆઇ બી.એમ દેવમુરારી અને સ્ટાફ દ્વારા તાપસ કરવામાં આવી રહી હતી. જ્યારે ટેકનિકલ ઉપકરણના આધારે ટીમના માણસો છેલ્લા અઠવાડિયાથી કર્ણાટક રાજ્યમાં બેંગ્લોર અને આજુબાજુ વિસ્તારમાં ગુપ્તરાહે માહિતી એકત્રિત કરી રહી રહ્યા હતા તે દરમિયાન તેઓને મળેલા ચોક્કસ લોકેશનના આધારે બેંગ્લોરના બાયપાસ ૨ ક્રોસ રોડના ગીચ વિસ્તારના ભાડાના મકાનમાં રહીને હોટલમાં વેઈટરનું કામ કરતા ગુમ થયેલા સમગ્ર પરિવારને હેમખેમ શોધી કાઢી હોવાથી તેમના કુટુંબીજનો તેમજ પોલીસ તંત્રે રાહતનો શ્વાસ લીધો છે. આ ગુમ થયેલા પરિવારનો કોરોના કાળ દરમ્યાન હોટલનો ધંધો બરોબર નહીં ચાલતા સગા વ્હાલા અને નજીકના મિત્રો પાસેથી હોટલ ચલાવવા માટે હાથ ઉછીના આશરે ૧૪થી ૧૫ લાખ લીધા હતા. જે રૂપિયા ચૂકવી શકે તેમ ન હોય આર્થિક સંકડામણને કારણે કર્ણાટક જતા હોવાનું અને ત્યાં ભાડાના મકાનમાં રહીને એક હોટલનું વેઈટરનું કામ સંભાળી લીધું જણાવ્યું હતું. જે ગુમ થયેલા પરિવારના પાંચ સભ્યોએ કર્ણાટક થી જામનગર પરત લાવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જ્યારે હાલ તેઓ સુરક્ષિત જગ્યાએ પરિવાર સાથે હેમખેમ છે તેવી માહિતી મળી રહી છે.
