Gujarat

જામનગરના ગ્રામ્ય વિસ્તારના શેરી બાળકો માટે આરોગ્ય કેમ્પ યોજાયો  

બાળકો અને તેમના પરિવારની આરોગ્ય ચકાસણી કરી સારવાર કરાઈ

ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના સમાજ સુરક્ષા ખાતા હેઠળ જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા નેશનલ કમીશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટસ (એન.સી.પી.સી.આર.) નવી દિલ્હી દ્વારા બનાવેલ બાળ સ્વરાજ પોર્ટલ પર જામનગર જિલ્લાના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા ૧૦૧ સ્ટ્રીટ ચિલ્ડ્રન(શેરી બાળકો)નો સર્વે કરી તેઓની વિગતો એકત્રિત કરી અપલોડ કરવામાં આવેલ હતી. વધુમાં આ બાળકોના આરોગ્ય, શિક્ષણ, સંસ્થાકીય સંભાળ, કૌટુંબિક પુન: સ્થાપન જેવી સહાય આપવાનું સામાજિક અને ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા નિર્ધારીત કરવામાં આવેલ હતું. આ બાળકો માટે જામનગર જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી ડો. પ્રાર્થનાબેન વી. શેરશીયાના માર્ગદર્શન હેઠળ ઈન્યાર્જ જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી જ્યોત્સનાબેન હરણ તથા ટીમના સભ્યો યશદીપસિંહ જાડેજા, ઉદયભાઇ વ્યાસ તેમજ રમેશભાઇ સંઘાણી દ્વારા દરેડ વિસ્તારના સ્ટ્રીટ ચાઈલ્ડ માટે તા.૨૨-૦૨-૨૦૨૨ના રોજ બી.આર.સી. ભવન (મારવાડી વાસ), દરેડ ખાતે જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા જિલ્લા આરોગ્ય વિભાગ સાથે સંકલન કરી જામનગર તાલુકાની આરોગ્ય ટીમ દ્વારા આરોગ્ય કેમ્પ યોજવામાં આવેલ હતો. આ આરોગ્ય કેમ્પમાં બાળકો તેમજ તેમના કુટુંબીજનો સહિત કુલ ૮૨ લોકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવેલ હતી તેમજ જરૂરી સારવાર પણ કરવામાં આવેલ હતી.

Press-not-heath-camp-photograph-dt.-22-02-2022.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *