જામનગર
છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં ઘઉંના પાકમાં આગ લાગવાની ઘટનાઓમાં વધારો થયો છે. ત્યારે વધુ એક બનાવ દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકાના ધંધુસર ગામમાં બન્યો છે. ૧૫૦ વિઘાના ખેતરમાં ૭૦ વિઘાના ઘઉઁના પાકમાં આગ લાગતા અફરાતફરી મચી હતી. ફાયરબ્રિગેડને જાણ થતા આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. ખંબાળિયાના ધંધુસર ગામે ૧૫૦ વિઘાના ઘઉઁના પાકમાં ૭૦ વિઘા જેટલો પાક આગના હવાલે થતા બળી ગયો હતો. તૈયાર થવા આવેલો ઘઉંનો પાક બળી જતા ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો હતો. ખંબાળિયા ફાયરબ્રિગેડની ટીમે ઘટનાસ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. ખેતરમાં શોટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.


