Gujarat

જામનગરના ધુંવાવ ગામમાં પાડોશીઓ વચ્ચેના ઝઘડામાં ૧નું મોત

જામનગર
જામનગર નજીક ધુંવાવ હાઉસિંગ બોર્ડ કોલોનીમાં રહેતા કિશોરભાઈ બાબુભાઈ આડેસરા નામના ૪૫ વર્ષના યુવાનને ગત ૩.૬.૨૦૨૨ ના તેના પાડોશમાં જ રહેતા હેમેન્દ્ર ઉર્ફે હેમત મહારાજ ડાયાલાલ સિયાણી સાથે બોલાચાલી થઈ હતી. જે સામાન્ય બોલાચાલીમાં બંને વચ્ચે વધુ ઝઘડો થયો હતો. જેમાં ઉશ્કેરાયેલા હેમેન્દ્રભાઈ મહારાજે કિશોર આડેસરા પર હુમલો કર્યો હતો, અને છાતીના ભાગે ઢીકાપાટુ ના માર માર્યા હતા, તેમજ પેટમાં અને ફેફસાના ઇજા પહોંચાડી હતી. જેથી તેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો.જ્યાં એક દિવસની સારવાર પછી તેનું મૃત્યુ નીપજ્યું હતું, અને બનાવ હત્યામાં પલટાયો હતો આ બનાવ પછી મૃતક કિશોરના નાના ભાઈ ગોવિંદભાઈ બાબુભાઈ આડેસરા એ પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરતાં પંચકોશી એ. ડિવિઝનનો પોલીસ કાફલો જી.જી. હોસ્પિટલે દોડી ગયો હતો, અને કિશોરભાઈ આડેસર ના મૃતદેહનો કબ્જાે સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે, જ્યારે હુમલાખોર હેમેન્દ્રભાઈ ઉર્ફે હેમત મહારાજ સિયાણી સામે હત્યાની કલમ ૩૦૨ મુજબનો ગુનો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.જામનગર નજીક ધુંવાવ ગામમાં હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં બે પાડોશીઓ વચ્ચે તકરાર થયા પછી એક પાડોશીએ કરેલા હુમલામાં પેટના ભાગે ઈજા થવાના કારણે તેમજ ફેફસામાં ગંભીર ઇજા થવાથી અન્ય પાડોશી યુવાનું મૃત્યુ નિપજ્યું હતું અને બનાવ હત્યામાં પલટાયો છે. પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *