Gujarat

જામનગરનાં રામેશ્વરનગર વિસ્તાર ખાતે ઉદ્યોગસાહસિકતા વિકાસ તાલીમ કાર્યક્રમ યોજાયો

 

જામનગરતા.૨૧ ફેબ્રુઆરી,જામનગરનાં રામેશ્વરનગર વિસ્તારમાં તા. ૧૪/૦૨/૨૦૨૨ થી તા. ૧૮/૦૨/૨૦૨૨ સુધી પાંચ દિવસ માટે ગુજરાત સરકારના કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગના “હસ્ત કલા સેતુ યોજના” અંતર્ગત ઉદ્યોગ સાહસિકતા વિકાસ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું હતું. હસ્ત કલા સેતુની સમગ્ર યોજનાનું અમલીકરણ ભારતીય ઉદ્યમીતા વિકાસ સંસ્થા, અમદાવાદ દ્વારા કરવામા આવેલ છે. આ સંસ્થા છેલ્લા ત્રણ દાયકાથી ઉદ્યમશીલતાની તાલીમમાં અગ્રેસર છે તથા હસ્ત કલા સેતુ યોજનાનાં માધ્યમથી જિલ્લામાં કામ કરતા હસ્તકલાના કારીગરોની આજીવિકા સુધારવા તથા તેઓને સફળ ઉદ્યમી બનાવવા પાયાની ભૂમિકા ભજવે છે.

રામેશ્વર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં કુલ ૨૦ લાભાર્થીઓએ ભાગ લીધેલ હતો. કાર્યક્રમનાં અંતિમ દિવસે ધારાસભ્યશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા જામનગરનાં મેયર શ્રીમતી બિનાબેન કોઠારીના હસ્તે કાર્યક્રમનાં લાભાર્થીઓને પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવેલ.

આ કાર્યક્રમમાં વોર્ડ નં.૪નાં કોર્પોરેટરશ્રીઓ તથા અન્ય પદાધિકારીઓએ પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લાની જી.સી.આઇ.ડી.સી. ટીમ તરફથી જયદેવસિંહ જાડેજા ( ડી. લીડ), હેમલ ચૌહાણ (ડી. ઇન્ત્રપ્રેન્યોર્શીપ લીડ) વિશ્નુકુમાર વાલ્વા (પ્રોમોશન એન્ડ આઉટરીચ એક્સ્પર્ટ), કિશન લગારીયા (ક્રેડીટ લિન્કેજીસ એક્સ્પર્ટ) દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ. આ કાર્યક્રમમાં ગેસ્ટ ફેકલ્ટી તરીકે કુ. સેજલ આશર, પ્રફુલકુમાર વાલ્વા તથા વંદના ગોહીલ દ્વારા વિશેષ તાલીમ આપવામાં આવેલ હતી.

12-1.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *