Gujarat

જામનગરમાં કોરોનામાં ૨ દર્દીઓના મોત થયા

જામનગર
જામનગર જિલ્લામાં કોરોનાના નવા કેસ નોંધાવાનો સિલસિલો યથાવત છે. સોમવારે એક જ દિવસમાં કોરોનાના નવા ૧૮૩ કેસ નોંધાતા આરોગ્ય વિભાગની ચિંતા વધી છે. જિલ્લામાં હવે એક્ટિવ કેસની સંખ્યા વધીને ૨૯૦૦ ને પાર પહોંચી ચૂકી છે. જામનગર શહેરમાં ઓમિક્રોન વેરિઅન્ટના પણ ૫ પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા હોવાથી આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે. જામનગર શહેરમાં કોવિડ ગાઈડલાઈનનો કડક અમલ શરૂ કરાયો છે. જામનગર શહેરમાં અત્યાર સુધીમાં ૬ લાખ ૩૮ હજાર ૬૨૭ લોકોના અને ગ્રામ્ય વિસ્તારમાં ૫ લાખ ૫૮ હજાર ૩૨૧ લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે.જામનગર જિલ્લામાં સોમવારે કોરોનાના નવા ૧૮૩ કેસ નોંધાયા હતા. તેમજ કોરોનાની સારવાર દરમિયાન બે દર્દીઓના મોત નિપજ્યા છે. જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાના નવા ૧૮૩ પોઝિટિવ કેસ નોંધાતા ફફડાટ ફેલાયો છે. શહેરમાં ૧૪૦ કોરોના કેસ આવ્યા જ્યારે જિલ્લામાં હવે ૪૩ કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે. જિલ્લામાં એક્ટિવ સંખ્યા વધીને ૨૯૦૦ને પાર થઈ છે. નોંધનીય છે કે, જામનગરમાં રાજ્યનો પ્રથમ ઓમિક્રોન વેરિઅન્ટનો પોઝિટિવ કેસ નોંધાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *