Gujarat

જામનગરમાં ગુરુદ્વારા ખાતે ગુરુનાનક દેવજીની ૫૫૩મી જન્મ જયંતિની ઉજવણી

જામનગર
જામનગરમાં ગુરુદ્વારા ખાતેથી ગુરુસિંઘ સભામાં ગુરુ નાનકજીની ૫૫૩મી જન્મ જયંતિ ધામધૂમથી મનાવવા આવી રહી છે. ગુરુદ્વારા ખાતેથી પ્રભાત ફેરીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તે પછી શર્બ્દકિતનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભાઈ-બહેનો જાેડાયા હતા. ગુરુનાનક દેવ શીખોના પ્રથમ ગુરુ હતા. તેમના જન્મદિવસને ગુરુનાનક જયંતિ તરીકે મનાવવામાં આવે છે. નાનકજીનો જન્મ ૧૪૬૯માં કાર્તિક પૂર્ણિમાએ પંજાબ(પાકિસ્તાન) ક્ષેત્રમાં રાવી નદીના કિનારે સ્થિત તલવંડી નામના ગામમાં થયો હતો. નાનકજીનો જન્મ એક હિંદુ પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ કલ્યાણ કાંતો મેહતા કાલુજી હતું અને માતાનું નામ તૃપ્તી દેવી હતું. તેમના ત્રણ સિદ્ધાંતો હતા ‘નામ જપો, કીર્તન કરો અને વંડ છકો,,અર્થાત હંમેશા ભગવાનને યાદ કરો, મહેનત કરો અને એક બીજા સાથે મળીને સંપીને લોકોની સેવા કરો, એમને દુનિયાનું ભ્રમણ પણ કર્યું હતું. છેલ્લે તે કરતારપુરમાં અંતિમ સમયમાં રહ્યા હતા. આખો વિશ્વ ગુરુનાનક દેવજીની ૫૫૩મી જન્મ જયંતિ ઉજવી રહ્યો છે. ત્યારે જામનગરના ગુરુદ્વારામાં પણ એક સપ્તાહમાં અલગ અલગ કાર્યકર્મો ઉજવવામાં આવ્યા હતા, ખાસ પંજાબના અમૃતસર ગોલ્ડન ટેમ્પલથી વિશેષ હજૂરી રાગી દ્વારા પણ શર્બ્દકિતન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ‘ ગુરુકા લંગર’ પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં શીખ સમાજ અને સિંધી સમાજના લોકોએ ભાગ લીધો હતો.

File-01-Page-22.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *