જામનગર
મૂળ ઉત્તરપ્રદેશના અને હાલ દરેડ મસીતીયા રોડ પર રહેતા દેવપ્રકાશ અંબાપ્રસાદ ગંગવાર (ઉ.વ.૨૫) નામનો યુવક દરેડમાં મજુરી કામ કરતો હતો. જાેકે, નિયમિત મજુરી કામે ન જતા તેની માતા પ્રેમવતીએ ઠપકો આપ્યો હતો અને વતનમાં ચાલ્યા જવાનું કહેતા યુવકને મનમાં લાગી આવ્યું હતું. પોતાની ઓરડીમાં લોખંડના પાઈપમાં સાળી બાંધી ગળેફાંસો ખાઈ લઇ જીવન ટુંકાવ્યું છે. આ ઘટના અંગે પ્રેમવતીએ પંચકોશી બી ડીવીઝન પોલીસ દફતરમાં જાણ કરી હતી.જામનગરના દરેડમાં મસીતીયા રોડ પર રહેતો પરપ્રાંતીય યુવકે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. યુવક નિયમિત રીતે મજૂરી કામે જતો ન હોવાથી માતાએ ઠપકો આપ્યો હતો. જે વાતનું ખોટું લાગી જતા યુવકે પોતાની ઓરડીમાં ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું છે.

