Gujarat

જામનગરમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થા સાથે મકાન માલિકની ધરપકડ

જામનગર
જામનગરમાં નવાગામ સિદ્ધેશ્વર સોસાયટી શેરી નંબર-૨માં રહેતા પંકજ મનસુખભાઈ પરમારના રહેણાંક મકાનમાં ઈંગ્લીશ દારૂની બોટલનો જથ્થો ઉતારવામાં આવ્યો છે, તેવી ચોક્કસ બાતમી પોલીસને મળી હતી. જેથી પોલીસે બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન રહેણાંક મકાનમાંથી ૧૧૮ નંગ ઈંગ્લીશ દારૂની બોટલનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે રૂ.૫૯ હજારની કિંમતનો ઇંગ્લિશ દારૂ કબજે કરી લઈ મકાન માલિક પંકજ પરમારની અટકાયત કરી લીધી છે. પોલીસે હાલ આરોપીની વધુ પુછપરછ હાથ ધરી રિમાન્ડની કાર્યવાહી શરૂ કરી છે.જામનગરમાં નવાગામ ઘેડ નજીક સિદ્ધેશ્વર સોસાયટી વિસ્તારમાં એક રહેણાંક મકાન પર પોલીસે દારૂ અંગે દરોડો પાડ્યો હતો. ત્યારે રહેણાંક મકાનમાંથી ૧૧૮ નંગ ઈંગ્લીશ દારૂની બોટલનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂના જથ્થાને કબજે કરી મકાન માલિકની અટકાયત કરી લીધી છે.

Speed-up-the-landlord-with-a-quantity-of-English-liquor.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *