જામનગર
શ્રાવણી મેળાનું મહાનગરપાલિકા દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સૌ પ્રથમ વખત જ આટલી બધી લાઇટ ડેકોરેશનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં મનોરંજન રાઈડમાં ૫ હજારથી વધુ ટ્યુબલાઈટ, ૩ હજાર એલઇડી લેમ્પ અને એલઇડી સિરીઝ હેલોજનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. શહેરીજનો રાત્રી દરમિયાન મોટી સંખ્યામાં મેળાની મોજ માણવા આવે છે અને મનોરંજન રાઈડમાં થયેલા લાઇટિંગ ડેકોરેશન પણ નિહાળે છે. પવિત્ર શ્રાવણ માસના સાતમ આઠમ તહેવારના પૂર્વે શ્રાવણી મેળાના લાઇટિંગ ડેકોરેશનના આકાશી દૃશ્યો મોટી સંખ્યામાં શહેરીજનો નિહાળવા માટે શહેરમાં પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે આવે છે.સૌરાષ્ટ્રના પેરિસ ગણાતા જામનગરમાં શ્રાવણી મેળામાં લાઇટ ડેરોરેશનનો પ્રથમવાર શણગાર કરાયો છે. જેનો અદભૂત નજારો સામે આવ્યો. રંગબેરંગી લાઇટિંગમાં ઝગમતા મેળાને માણવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે.
