જામનગર
જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં ૨હેતા એક વિપ્ર બુઝુર્ગે પાંચમાં માળેથી મોતની છલાંગ લગાવી છે. કેન્સરની બીમારીના કારણે આત્મહત્યાનું પગલું ભરી લીધાનું જાહેર થયું છે. આ બનાવની મળતી માહિતી મુજબ એવી છે કે, જામનગરમાં પટેલ કોલોની શેરી નંબર ૧૨માં સિલ્વર હાઈટ્સ નામની બિલ્ડિંગમાં રહેતા વ્રજલાલભાઈ અમૃતલાલ રાવલ નામના ૮૨ વર્ષીય વિપ્ર બુઝુર્ગે સવારે પોતાના એપાર્ટમેન્ટના પાંચમા માળેથી નીચે પડતું મૂકી દઈ મોતની છલાંગ લગાવી દીધી હતી, જેથી તેઓનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ થતા મૃતકના પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું હતું, અને સીટી બી ડિવિઝન નો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો, તેમણે મૃતદેહનો કબજાે સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ઘરી છે. જેઓ બીમાર હતા, અને તેઓનો કેન્સરનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો, ત્યાર બાદ તેઓએ સવારે આ પગલું ભરી લીધું હોવાનું જાહેર થયું છે. સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે


