Gujarat

જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઇ

મોટા લીલીયા ખાતે આંતરિક પાણી વિતરણ યોજનાની કામગીરી માટે રુ.૧૦,૯૬૭૦,૮૩૭ મંજૂરી આપતા જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિના અધ્યક્ષ  ગૌરાંગ મકવાણા

 જળ જીવન મિશન કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કલેકટરશ્રી અને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિના અધ્યક્ષશ્રી ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઇ હતી. નલ સે જલ કાર્યક્રમ (જળ જીવન મિશન) અન્વયે લીલીયા તાલુકાના મુખ્ય મથક મોટા લીલીયા ખાતે આંતરિક પાણી વિતરણ યોજનાની તાંત્રિક મંજૂરી આપવામાં આવી હતીજિલ્લા કલેકટરશ્રીએ આ કામગીરી માટે  રૂ.૧૦,૯૬૭૦,૮૩૭ યોજનાને આજની આ બેઠકમાં બહાલી આપી હતી.  મહત્વનું છે કેઆ કામ થતાં ગ્રેવીટી મેઈન પાઇપલાઇનમેઈન પાઇપલાઇનઊંચી ટાંકીઓસમ્પ મેઈન હેડ વર્કસપંપ હાઉસપમ્પિંગ મશીનરીકંપાઉન્ડ વોલમરામત અને નિભાવ ખર્ચ સહિતની સુવિધાઓ મોટા લીલીયા ગામને મળશે. આ સાથે ગામની પાણી સંબંધિત સમસ્યાઓનું નિવારણ થશે. સમગ્ર બેઠકનું સંચાલન જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિના સભ્ય સચિવ શ્રી વામજાએ કર્યુ હતુ.  બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરવજાહેર યાંત્રિક વિભાગના ભૂસ્તરશાસ્ત્ર શ્રી પંચાલસહિત સંબંધિત કચેરીના અધિકારીશ્રીઓકર્મચારીશ્રીઓતજજ્ઞ શ્રી જ્યોત્સનાબેન ભગત ઉપસ્થિત રહ્યા હતા.

COLLECTOR-OFFICE-MEETINGS-2.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *