વિઓ: મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો મહેશ ચૌધરી દ્વારા લીલી ઝંડી આપી ને ભારત સરકાર તથા પીરામલ એનજીઓ દ્વારા ટીબી એકટીવ કેસ ફાઇડીંગ ૧૦૦ દિવસ કેમ્પેઇન નું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.
ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત દેશના માનનીય વડાપ્રધાન શ્રી દ્વારા વર્ષ ૨૦૨૫ સુધી માં દેશમાં થી ટીબી રોગના નાબૂદી માટે કરવામાં આવેલ આહવાન ને વેગવંતુ બનાવવા નાં ઉદેશ્ય થી દેશના ૧૦૦ જિલ્લા માં ૧૦૦ દિવસ સુધી સઘન ટીબી એકટીવ કેસ ફાઇડીંગ માટે ગુજરાત રાજ્યના ૧૦ જિલ્લા ઓની પસંદગી કરવામાં આવી છે તે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લા નો પણ સમાવેશ થાય છે આ વિશેષ અભિયાન લોન્ચિંગ પ્રસંગે જિલ્લા ક્ષય અધિકારી ડો ભરતસિંહ ચૌહાણ, તમામ તાલુકા આરોગ્ય અધિકારી ઓ, જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ના જિલ્લા ટીબી એચઆઈવી કો-ઓર્ડિનેટર વાલસિંહભાઈ રાઠવા સહિત તમામ સ્ટાફ સાથે પીરામલ એનજીઓ નાં જિલ્લા સુપરવાઈઝર દીપેશ ભાટીયા સહિત એનજીઓ નો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


