જૂનાગઢના પલાસવા ગામે મતદારોએ મતદાન કરવાની સાથે અહીંયા આરોગ્ય સેવાઓનો પણ લાભ મેળવ્યો હતો. મતદારોએ ઉત્સાહપૂર્વક પૂર્વક મતદાન કરવાની સાથે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી રચિત રાજની હેલ્થ બુથની નવીન પહેલને સહર્ષ આવકારી હતી.
પલાસવા ગામની કુ. રિદ્ધિ આવલાનીએ હેલ્થ બુથ પર વેક્સિનનો બુસ્ટર ડોજ લઈ જિલ્લા વહીવટી તંત્રની નવીન હેલ્થ બુથની પહેલને આવકારી હતી.


